Monday, November 17, 2014

સૌથી મહત્વનું અંગ એટલે "આંખ - ઘરેલું ઉપચારો

* આંખમાં ચૂનો કે એસિડ પડ્યો હોય તો આંખની અંદર અને બહાર ઘી ઘસવાથી રાહત થાય છે.
* આંખ લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી રતાશ દૂર થાય છે.
* હળદરના ૨-૪ ગાંઠિયા તુવેરની દાળ સાથે બાફી, તે હળદર છાંયડે સૂકવી દિવસમાં બે વાર સૂર્યાસ્તણ પહેલાં પાણી સાથે ઘસીને આંખમાં આંજવાથી આંખનું ઝામર, ધોળા રંગનું ફૂલુ, રાતી રહેતી આંખ, આંખની ઝાંખપ વગેરે દર્દો મટે છે.
* રોજ તાજું માખણ ખાવાથી આંખનું તેજ વધે છે.
* ત્રિફળા ચૂર્ણ ૧૦૦ ગ્રામ તથા વરિયાળી ૧૦૦ ગ્રામ મેળવી સવાર-સાંજ ૧ ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખોની દષ્ટિ વધે છે.
* ક્યારેક આંખમાં દૂધ, કચરો, ચૂનો કે આકડાનું દૂધ પડે તેથી બળતરામાં આંખમાં દીવેલ આંજવાથી આરામ થાય છે.આંખોની રતાશ અને બળતરા મટે છે.
* આંખની બળતરામાં આંખની અંદર અને બહાર માખણ લગાડવાથી બળતરા મટે છે.
* ધાણા, વરિયાળી અને સાકર સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી રોજ જમ્યાે પછી પાણી સાથે લેવાથી આંખની બળતરા, આંખમાંથી પાણી પડવું, લાલ આંખ રહેવી, આંખે અંધારા આવવા જેવા દર્દો મટે છે.
* હિંગને મધમાં મેળવી, રૂ ની દિવેટ બનાવી, તેને સળગાવી, કાજળ પાડી એ કાજળ આંખમાં આંજવાથી નેત્રસ્ત્રાથવ બંધ થઈ આંખોનું તેજ વધે છે.
* ધોળા મરીને દહીંમાં અથવા મધમાં ઘસીને સવાર સાંજ આંજવાથી રતાંધળાપણું મટે છે.
* મરીને પાણીમાં ઘસીને આંજણી ઉપર લેપ કરવાથી આંજણી જલદી પાકીને ફૂટી જાય છે.
* બકરીના દૂધમાં લવિંગ ઘસીને આંખોમાં નાખવાથી રતાંધણાપણું મટે છે.
* પાકાં ટામેટાંનો રસ સવાર-સાંજ પીવાથી આંધળાપણામાં ખૂબ ફાયદો થાય છે.
* સાકર અને ઘી સાથે જીરાનું ચૂર્ણ ચાટવાથી રતાંધણાપણું મટે છે.
* કાંદાના રસમાં થોડું મીઠું મેળવી તેનાં ટીપાં આંખમાં નાંખવાથી રતાંધણાપણું મટે છે.
* આંખમાં ચીપડાં બાઝતાં હોય તો કાંદાના રસમાં ખડી સાકર ઘસીને રાત્રે ૨-૨ ટીપાં આંખમાં નાંખવાથી આરામ થાય છે.
* સરગવાનાં પાનના રસમાં મધ મેળવી આંખમાં આંજવાથી આંખના દરેક પ્રકારના રોગ મટે છે. અને આંખનું તેજ વધે છે.
* આંખમાં ઠંડા પાણીની છાલક રોજ સવાર-સાંજ મારવાથી આંખની ગરમી દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે.
* કોથમીરનો રસ કાઢી, ચોખ્ખાા કપડાથી ગાળી, તેનાં બબ્બેઆ ટીપાં આંખમાં નાખવાથી આંખો સારી થાય છે. ખીલ, ફુલું, છારી વગેરે મટે છે, ચશ્માંાના નંબર ઊતરે છે.
* મધ અને સરગવાનાં પાનનો રસ આંખમાં નાખવાથી આંખના બધા રોગો મટે છે.
* નાગરવેલનાં પાનનો રસ આંખમાં નાખવાથી દુઃખતી આંખો સારી થાય છે.
* જીરાનું ચૂર્ણ રોજ ફાકવાથી આંખોની ગરમી ઓછી થાય છે.
* ધાણાને પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી, તે પાણીથી આંખો ધોવાથી દુઃખતી આંખો સારી થાય છે.
* શુદ્ધ મધ અને ખાખરાનો અર્ક સરખે ભાગે લઈ, બરાબર એકરસ કરી, બાટલીમાં ભરી રાખો. રોજ રાત્રે સૂતી વખતે બે-ત્રણ ટીપાં આંખમાં નાખવાથી ચશ્માનનાં નંબર ઘટે છે.
* અધકચરા ત્રિફળા રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ગાળી, પાણી આંખમાં છાંટવાથી આંખોનું તેજ વધે છે.
* સાકર પાણીમાં ઘસી તેનો ઘસારો સવાર-સાંજ આંખમાં આંજવાથી આંખોનું ફૂલુ મટે છે. આંખ સ્વખચ્છ થાય છે અને આંખોનું તેજ વધે છે.
* આંખ આવેલી હોય તો લીંબુનો રસ, મધ, ફટકડી લગાડવાથી ઘણી રાહત થાય છે.
* સફેદ કાંદાનો રસ મધમાં મેળવીને આંખમાં નાખવાથી દુઃખતી આંખ સારી થાય છે અને આંખનું તેજ વધે છે.
* હળદર, ફટકડી અને આમલીના પાન સરખા પ્રમાણમાં લઈ, તેને વાટી, પોટલી કરી, ગરમ કરીને આંખે શેક કરવાથી આંખોની રતાશ અને બળતરા મટે છે.
* સાકર અને તેનાથી ત્રણ ગણા ધાણા લઈ, બન્નેાનું ચૂર્ણ કરી, પાણીમાં ઉકાળી, ઠંડુ થાય ત્યાકરે કપડાંથી ગાળી, ટલીમાં ભરી લેવું, એ પાણીનાં બબ્બેણ ટીપાં દરરોજ સવાર સાંજ આંખમાં નાખવાથી દુખતી આંખો સારી થાય છે.
* તેલ વગરની તુવેરની દાળ, પાણી સાથે પથ્થ ર પર ઘસી આંખમાં આંજવાથી આંખનું ફૂલું અને જાળું મટે છે.જાયફળ પાણીમાં ઘસીને તેનો ઘસારો પાપણ તથા આંખની આજુબાજુ ચોપડવાથી આંખની ચળ કે પાણી પડતું હોય તો મટે છે અને આંખનું તેજ વધે છે.
* આંખમાં દાડમનો રસ નાખવાથી નંબર ઊતરે છે.
* દરરોજ સવાર-સાંજ ગુલાબજળનાં ટીપાં આંખોમાં નાખવાથી આંખોની લાલાશ તરત દૂર થાય છે.
* તંદુરસ્તા ગાયના તાજા છાણને કપડાંથી ગાળી તે રસમાં લીંડી પીપર ઘસીને રોજ રાત્રે અંજન કરવાથી રતાંધણાપણું મટે છે.
* મોતીયો-ઝામર, વેલ કે આંખના દુઃખાવામાં પેશાબનું અંજન કરવાથી મટી જાય છે.
(કંઈપણ સારવાર કરતા પહેલા ડોકટરની સલાહ અવશ્ય લેવી.)

Wednesday, November 5, 2014

સાવ સસ્તા ઘરેલૂ ઉપાયથી ભગાડો મચ્છર, બજારની પ્રોડક્ટ્સની જરૂર નહીં પડે!



ઋતુ બદલાવાની સાથે જ તેનાથી જોડાયેલા સારા અને ખરાબ બદલાવો પણ આવે છે. ઠંડીમાં જીણી મચ્છીઓ, મચ્છરો, કીડાઓ વગેરેનો ત્રાસ વધી જાય છે. આ મચ્છરોના કરડવાથી ખતરનાક બીમારીઓ પણ થાય છે. મચ્છરોને દૂર કરવા માટે આપણે કેટલાય પ્રયત્નો કરતા રહીએ છીએ. બજારમાંથી નવા પ્રોડક્સ લાવવાથી માંડીને બીજું ઘણું જ આપણે ઉપયોગમાં લઇએ છીએ. પરંતુ મચ્છરોને દૂર કરવા માટેના કેટલાક સરળ ઉપાયો આપણી આજુ-બાજુ છે, જેનો આપણને ખ્યાલ નથી રહેતો. આપણી આસપાસ અને ઘરમાં જ એવા પ્રાકૃતિક ઉપાયો છે જેનો ઉપયોગ કરવાથી મચ્છરોનાં ત્રાસથી આપણને આઝાદી મળી શકે છે.
મચ્છરના કરડવાથી ગંભીર બીમારીઓ, વાયરલ, પેરાસાઇડ વગેરે એક માણસથી બીજા માણસમાં ફેલાય છે, જે ખુબ જ ખતરનાક હોય છે. મચ્છરથી ફેલાતી મુખ્ય બીમારીઓ મલેરિયા- ડેંગૂ, ફિલેરીયા, કમળો, જપાનિઝ એન્સેફલાઇટિસ, ચિકનગુનિયા વગેરેનો સમાવેશ થાય છે.
ઘરમાં ઉગાડો મચ્છરોને દૂર કરતા છોડ
આપણે આપણા ઘરમાં મચ્છરોથી છૂટકારો મેળવવા માટે કેટલાય કીટનાશકોનો ઉપયોગ કરીએ છીએ. આ કીટનાશક આપણાં શરીરમાં એલર્જી પેદા કરે છે અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. જો તમે મચ્છરોથી છુટકારો મેળવવા માટે કોઇ પ્રાકૃતિક ઉપાય શોધી રહ્યા છો, તો અહીં અમે તમને જણાવીશું મચ્છર ભગાડવાના 10 ઉપાયો.
લીમડાનું તેલ-
લીમડાનું તેલ અને નારીયેળનાં તેલ 1:1 સપ્રમાણ મેળવીને તમારા શરીર પર લગાવવું. તેની ગંધથી એક પણ મચ્છર તમારી આસ-પાસ નહી ફરકે.
નીલગીરી અને લીંબુનું તેલ-
નીલગીરી અને લીંબૂનાં તેલને એક સાથે મેળવીને શરીર પર લગાવવાથી મચ્છર પાસે નહી આવે. આ તેલ એન્ટીસેપ્ટિક પણ છે, અને મચ્છરોને ભગાડવામાં પણ કામ આવે છે.
કપૂર-
આ એક પ્રાકૃતિક વસ્તુ છે જે ખુબ જ અસરકારક હોય છે. કપુરને બાળીને તેને રૂમમાં રાખી રૂમના બધા જ બારી બારણા બંધ કરી દેવા. 20મિનિટ પછી તમે જોશો કે મચ્છર ભાગી ગયા હશે.
તુલસી-
તુલસી મચ્છરને દૂર ભગાડવા માટે ખુબ અસરકારક હોય છે. આયુર્વેદનાં આધારે જો તમે તમારી બારીની સામે તુલસીનો છોડ રાખશો, તો તે મચ્છરોને ભગાડવામાં અસરકારક બને છે. તુલસી મચ્છરોને તેની આસપાસ ફરકવાથી રોકે છે.
લસણ-
લસણની સુગંધ બહુ તેજ હોય છે, જેને સુંઘીને મચ્છર દૂર ભાગી જાય છે. થોડા લસણને પીસીને તેને પાણીમાં ઉકાળી લઇ તે પાણીને સ્પ્રે બોટલમાં ભરીને આખા ઘરમાં છિડકવું. આનાથી મચ્છરોનો ત્રાસ દૂર થશે.
ટી ટ્રી ઓઇલ-
આ પ્રાકૃતિક તેલ જીવાણુરોધી છે. જેને શરીર પર લગાવી મચ્છરોથી છુટકારો મેળવી શકાય છે. આ તેલની સુગંધ રૂમમાંથી મચ્છરોને દૂર ભગાડી શકે છે.
ફુદીનો-
ફુદીનાની પાંદડીઓને જો તમે ઇચ્છો તો બારીની બહાર લગાવી શકો છો અથવા તો શરીર પર લગાવીને પણ મચ્છરને દૂર કરી શકો છો.
લવેન્ડર (એક સુગંધીદાર ફુલવાળો છોડ)-
લવેન્ડરની સુગંધ ખુબ સારી માનવામાં આવે છે, પરંતુ તેની તેજ સુગંધ મચ્છરોને થોડી ઓછી પસંદ હોય છે. આના તેલને તમે રૂમ ફ્રેશનર અથવા તમારા શરીર પર લગાવીને કરી શકો છો.
લેમનગ્રાસ-
લેમનગ્રાસનું તેલ પણ ખુબ જ પ્રભાવશાળી હોય છે, જેને લગાવવાથી મચ્છરોના કરડવાનાં નિશાન દૂર થાય છે. તેને બાળીને તેમાંથી ઉત્પન થતો ધુમાડાથી મચ્છર ભાગી જાય છે. આ એક ઘાસ છે જેમાં લીંબૂ જેવા સિટ્રસની સુગંધ આવે છે.
છોડ ઉગાવવાં-
જો તમને લાગે છે કે ઘરમાં છોડ ઉગાડવાથી મચ્છરનો ત્રાસ વધી જાય છે, તો તમે ખોટુ વિચારો છો. તમારે એવા છોડ ઉગાડવા જોઇએ જે મચ્છરોને ભગાડવામાં અસરકારક હોય છે. ધરમાં તુલસી, ફુદિનો, ગલગોટા, લવેન્ડર (એક સુગંધીદાર ફુલવાળો છોડ) અને લવિંગનો છોડ લગાવવો.
__._,_.___