Monday, December 30, 2013

હાર્ટએટેક બાદ કસરત કરશે કલ્યાણ: એક અહેવાલ


અલબર્ટા,30 ડિસેમ્બર

હાર્ટ એટેકનો હુમલો થયા બાદ કેટલીક પ્રકારની કસરત હંમેશા મદદરૂપ સાબિત થાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્‍યાસમાં જાણવા મળ્‍યું છે કે હાર્ટ એટેકનો હુમલો થયા બાદ વહેલી તકે કસરતથી ફાયદો થાય છે. આરામ કરવાનો વિકલ્‍પ શ્રેષ્ઠ વિકલ્‍પ નથી.

હુમલો થયા બાદ વહેલી તકે કસરત કરવાની બાબતથી હાર્ટની સ્‍થિતિ વધારે સારી થાય છે. લાંબાગાળા સુધી કસરત યોગ્‍ય વિકલ્‍પ છે. યુનિર્વસિટી ઓફ અલબર્ટામાં અભ્‍યાસ કરનાર મુખ્‍ય સંશોધક માર્ક હેકોવસ્‍કીએ કહ્યું છે કે હાર્ટની કામગીરી પર કસરત ખૂબ જ યોગ્‍ય અસર કરે છે. અગાઉની ગણતરી આ અભ્‍યાસમાં ખોટી સાબિત થઈ ગઈ છે. અલબર્ટામાં સંશોધક અને અભ્‍યાસમાં સહસાથી એલેક્‍સ ક્‍લાર્કે કહ્યું છે કે ભૂતકાળમાં કેનેડા અને અમેરિકામાં દર્દીઓને તેમની નિયમતપણે કસરત, સારવાર શરૂ કરતાં પહેલા એક મહિના સુધી રાહ જવા કહેવા માં આવ્‍યું હતું. હાર્ટ એટેકનો હુમલો થયા બાદ એક સપ્તાહ બાદ જ નિયમિતપણે કસરત શરૂ કરી દેનાર દર્દીઓને ફાયદો થયો છે. આ અભ્‍યાસના પરિણામ વધુ અભ્‍યાસ તરફ પણ દોડી જશે.

તારણોમાં જણાવવામાં આવ્‍યું છે કે ઓછામાં ઓછા છ મહિના સુધીની કસરત સૌથી ઉપયોગી સાબિત થાય છે. દેશ અને વિદેશમાં હાર્ટ એટેકના દર્દીઓમાં સતત વધારો થયો છે. આધુનિક સમયમાં લોકોની બદલાતી લાઈફ સ્‍ટાઇલ પણ હાર્ટ એટેક માટે જવાબદાર છે. હાર્ટ એટેકનો હુમલો થયા બાદ લોકોમાં વ્‍યાપક દહેશત વ્‍યાપેલી હોય છે જેથી તેઓ આરામમાં વધારે વિશ્વાસ કરે છે પરંતુ આ અભ્‍યાસમાં જણાવામાં આવ્‍યું છે કે નિયમિત કસરત ઉપયોગી છે.

Sunday, December 22, 2013

પેરિસમાં પહેલીવાર કરાઈ કૃત્રિમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનની સર્જરી


લંડન, 22 ડિસેમ્બર

હાલમાં પેરિસ ખાતે આવેલી પોમ્પીડો હોસ્પિયલમાં વિશ્વમાં પહેલી વખત એક ખાસ પ્રકારની સર્જરી પફોર્મ કરવામાં આવી હતી અને આ સર્જરી હતી 75 વર્ષન એક ફ્રેન્ચ નાગરિકના શરીરમાં કૃત્રિમ હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટેશન કરવાની. આ કૃત્રિમ હાર્ટના સફળ પ્રત્યારોપણથી વ્યક્તિના આયુષ્યમાં પાંચ વર્ષ જેટલો વધારો કરી શકાયો છે.

એક કિલો કરતા ઓછા વજનનું આ કૃત્રિમ હૃદય ફ્રેન્ચ બાયોમેડિકલ ફર્મ કાર્મેટ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને એમાં લિથિયમ આયન બેટરી લગાડવામાં આવી છે જે શરીરની બહારની બાજુ બેસાડવામાં આવે છે. આ  કૃત્રિમ હૃદય બાયો મેડિકલ મટિરિયલની મદદથી બનાવવામાં આવ્યું છે જેથી શરીર એને રિજેક્ટ કરે એવી શક્યતા એકદમ ઘટી જાય છે.

ડોક્ટરોએ માહિતી આપી છે કે જે દર્દી પર આ કૃત્રિમ હૃદયનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે તેની તબિયત હાલમાં સ્વસ્થ છે.

ચ્યુઇંગ ગમ ચાવવાની કુટેવથી ટીનેજરો થઈ શકે છે માથાનો ભયંકર દુખાવો



તેલઅવીવ, 22 ડિસેમ્બર

દરેક માતા-પિતાએ એ જાણવું જરૂરી છે કે તેમનાં બાળકો ચ્યુઇંગ ગમ તો વધુ પ્રમાણમાં નથી લઈ રહ્યાંને અને તેને પોતાની ટેવ તો નથી બનાવી લીધીને. ઇઝરાયલના શહેર તેલઅવીવમાં આવેલા મેઇર મેડિકલ સેન્ટરના નાથાન વેટમબર્ગે આ બાબતે એક અભ્યાસ કર્યો હતો. નાથાન પાસે ક્રોનિક માઇગ્રેનના કારણે માથાના દુખાવાની સમસ્યાઓ લઈને આવતા દર્દીઓ જ્યારે ચ્યુઇંગ ગમ છોડી દેતા ત્યારે તેમની સમસ્યાઓ દૂર થઈ જતી હતી.

આ મામલે ડોક્ટર નાથાને જણાવ્યું હતું કે, 'ક્રોનિક માઇગ્રેનના કુલ ૩૦ દર્દીઓમાંથી ૨૬ દર્દીઓમાં ચ્યુઇંગ ગમ ખાવાની ટેવ છોડ્યા બાદ સુધારો જણાયો હતો જ્યારે ૧૯ જણાને સંપૂર્ણપણે આ સમસ્યામાંથી છુટકારો મળ્યો હતો.'

આ તારણોની ખરાઈ કરવા જ્યારે ૨૬ દર્દીઓએ ફરીથી ચ્યુઇંગ ગમનો ઉપયોગ બે સપ્તાહ માટે શરૂ કર્યો તો તેઓએ અમુક જ દિવસોમાં જ માથાના દુખાવાની ફરિયાદ કરી હતી. ચ્યુઇંગ ગમમાં ટીએમજે નામનું દ્રવ્ય જોવા મળે છે જેને કારણે માથામાં દુખાવો થઈ શકે છે.

લાંબુ જીવન જીવવાનો ટેસ્ટી શોર્ટકટ છે નિયમિત બદામનું સેવન


લંડન, 22 ડિસેમ્બર

સંશોધનોની દુનિયામાં રોજ કંઈ ને કંઈ નવું સામે આવતું રહે છે. ઇંગ્લેન્ડના એક મેડિસિન જર્નલમાં એવું પ્રકાશિત થયું હતું કે બદામ ખાવાથી ઉંમર વધે છે સાથે એમ પણ લખવામાં આવ્યું હતું કે બદામ ચાવી ચાવીને ખાવામાં આવે તો એનો ફાયદો વધારે મળે છે. આ મામલે હજી આગળ સંશોધન ચાલી રહ્યું છે. બદામ ખાવાથી આયખું વધે છે એ તારણ સુધી પહોંચતાં પણ ખાસ્સાં વર્ષ લાગ્યાં હતાં.

અમેરિકાની એક ટીમે એક લાખ વીસ હજાર લોકોનું વીસ વર્ષ સુધી અવલોકન કર્યા પછી તેઓ એ તારણ પર પહોંચ્યા હતા કે બદામ અને આયુષ્ય વચ્ચે સંબંધ છે. તેમના અભ્યાસ અનુસાર રોજ એક મુઠ્ઠી બદામ ખાનારાઓના મૃત્યુદરમાં ૨૦ ટકાનો ઘટાડો થયો હતો.

સંશોધનકર્તાઓ પૈકીના ડોક્ટર ચાર્લ્સે કહ્યું હતું કે, "બદામ ખાવાથી હાર્ટ એટેકને લીધે થતાં મૃત્યુમાં ૨૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બદામનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડે છે."
 

Tuesday, December 17, 2013

16 Amazing Benefits Of Turmeric Milk For Beauty And Health


NOODLES ARE BAD FOR HEALTH



Noodles unhealthy

High Sodium

Low Nutrition