Sunday, May 26, 2013

વાંચો! હવે વિટામિન સી વડે ટીબીની સારવાર થશે


વોશિંગ્ટન, 23 મે
એન્ટિબાયોટિક્સ નિષ્ફળ થઈ જાય છે ટીબીના તેવા પ્રકારમાં વિટામિન સી કારગત
વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે, વિટામિન સી વડે ટીબીના એક એવા પ્રકારની સારવાર કરી શકાય છે જેની ઉપર અમુક શક્તિશાળી દવાઓ પણ કામ નથી કરી રહી. યેશિવા યુનિર્વિસટીના અમેરિકી શોધકર્તાઓએ પોતાના એક રિપોર્ટમાં કહ્યું કે, ચકિત કરી દેનારી આ શોધ ટીબીનાં સંક્રમણનો સામનો કરવા માટે ઘણી કારગત સાબિત થઈ છે. મલ્ટિડ્રગ રેજિસ્ટન્ટ ટીબી' નામનું આ સંક્રમણ એક એવી અવસ્થા છે જેની શરૃઆતના તબક્કામાં અમુક પાવરફુલ દવાઓ પણ નિષ્ફળ જાય છે.
પારંપારિક એન્ટિબાયોટિક્સ પણ નિષ્ફળ
એક અનુમાનને આધારે આખી દુનિયામાં લગભગ સાડા છ લાખ લોકો આવા પ્રકારનાં ટીબીના દર્દીઓ છે અને આટલા મોટા આંકડાને જોતાં વૈજ્ઞાનિકો માટે હવે આ અધ્યયન વધારે જરૃરી બન્યું છે. પ્રયોગશાળામાં કરવામાં આવેલાં અધ્યયનને આધારે એક તથ્ય સામે આવ્યું છે કે, વિટામિન સી શરીરમાં રહેલાં અમુક એવાં તત્વોનું ઉત્પાદન કરવામાં સક્રિયતા કેળવે છે જે ટીબીને ખતમ કરે છે અને આ તત્વોને ફ્રી રેડિકલ્સનાં નામથી ઓળખવામાં આવે છે અને આ તત્ત્વો જ્યાં એન્ટિબાયોટિક્સ પણ નિષ્ફળ થઈ જાય છે, ટીબીના તેવા પ્રકારમાં પણ તે કારગત સાબિત થાય છે.
શોધની શક્યતાઓ

આ શોધની આગેવાની કરી રહેલા ડોક્ટર વિલિયમ્સ જણાવે છે કેઅમારી આ શોધનો પ્રયોગ અમે એક ટેસ્ટટયૂબ પર કર્યો છે અને અમને તેમાં સફળતા મળી છે પરંતુ અમને તે ખબર નથી કે માણસો પર અને જાનવરો ઉપર પણ આ કારગત સાબિત થશે કે નહિ. આ બાબત અંગે વિચાર કરવા માટે અમે એક મહત્ત્વપૂર્ણ અધ્યયન કર્યું હતુંકેમ કેઅમારી પાસે આવા પ્રકારનાં ટીબીનો નમૂનો છે અને તેને કાબૂમાં લેવા માટે અમારી પાસે કોઈ દવા નહોતી. પ્રયોગશાળામાં અમે જોયું હતું કે ટીબીના આ નમૂનાને વિટામિન સી અસરહીન કરી દે છે. આ સિવાય વિટામિન સી સસ્તું છે, સરળતાથી ઉપલબ્ધ પણ છે અને તેનો ઉપયોગ કરવો સુરક્ષિત પણ છે.

Tuesday, May 21, 2013

હવે શરીરના ભાગો ફરી વિકસાવી શકાશે,જાણો કેવી રીતે


સ્વિડનના કોરોલીન્સ્કા ઈન્સ્ટિટયૂટના ડિરેક્ટર ઓફ એડવાન્સ કેન્સર ફોર ટ્રાન્સલેશન રિજનરેટિવ મેડિસિન અને સર્જ્યન ડો. પાઓલો મેચેરીનીની ટીમે તેની લેબોરેટરીમાં શરીરના ભાગોને ફરીથી વિકસાવીને એક સફળ પ્રયોગ કર્યો છે. કોઈ અકસ્માતનો ભોગ બનીને શરીરનો ભાગ ગુમાવનારા લોકો આ ટ્રીટમેન્ટનો ફાયદો મેળવી શકશે. જે તે પેશન્ટના શરીરમાંથી જ ચામડી લઈને આ ટ્રીટમેન્ટ કરી શકાશે. આ સંશોધનના કારણે ભવિષ્યમાં શરીરના વિવિધ ભાગો જેવા કે હાથ, પગ, આંગળા, હોઠ, કાન સહિતનાં અંગોને ફરી

Monday, May 20, 2013

Health benefits of curd



 

Health benefits of curd
Curd or yogurt is dairy product which provides lot of health benefits to the human beings. It is not only and important part of the diet but also can be efficiently uses as a beauty product. Read on to know more about it.
Some of the dairy products or the other is a part of regular diet of almost everyone. All the dairy products have lots of nutritional values and provide lots of health benefits. At the same time these products add taste if used in the preparation of other food items. Some dairy products like cheese are an inseparable parts of certain food items.
These dairy products are also regarded as an important part of the diet of human beings. One such dairy product which can provide innumerable health benefits is curd or yogurt. Curd is prepared by fermentation of milk. It is said that curd provides more nutritional values than milk. Read on and find more about the health benefits of curd.


Nutritional and health benefits provided by curd or yogurt 
It is regarded that to gain maximum health benefits from curd, we should eat it at a right time. Have a quick glimpse at the health and nutritional benefits of curd.
â–ºHelps to improve the digestive system
â–ºHelps to strengthen the immune system
â–ºHelps to cope with stomach problems
â–ºBeneficial for dealing with osteoporosis
â–ºConsuming curd or yogurt increases the capacity to absorb the nutrients and minerals form other food stuffs
â–ºProves beneficial for the lactose intolerants as they can gain all the nutritive contents of milk through curd
â–ºConsumption of curd provides relief to the person suffering from dysentery
â–ºConsuming curd proves beneficial for those suffering from vaginal infection
â–ºHelps to get strong bones and teeth as its calcium content is high
â–ºHelps to minimise the risk of high blood pressure
â–ºCoping with high level of cholesterol becomes easier with the help of curd
How to consume curd or yogurt? 
If you are finding difficult to consume curd as a whole, you can club it up with other food items. You can have a serving of curd regularly with your lunch. Curd mixed with rice and a pinch of salts tastes yummy. You can use curd when you do not like spicy food. For example; if you do not like to eat spicy gravy you can add a spoonful of curd. It will not only reduce the spice but also it will add a new flavour to your food.
Having buttermilk prepared out of curd after the meals proves beneficial for digestion of food. If you find difficult to consume curd regularly you can have it occasionally in form of the Indian preparations like lassi, shrikhand, piyush etc. You can add few pieces of mango or strawberry to the curd and grind it. A fruity drink is ready for you! Have it in form of curry by adding some coriander leaves, turmeric powder, chilly powder, ginger and garlic. Even adding a little sugar makes curd taste good. Curd can also be used in vegetable salads.
Apart from providing nutritional and health benefits, curd is also used as a beauty product. If curd is massaged on facial skin, it acts as skin bleach. It also brings softness in skin. A fine paste of henna mixed with curd is good for treating dandruff. It also acts as an excellent hair conditioner and can be used for treating sunburns.
Curd or yogurt is used since ages to gain its nutritional and health benefits or as a beauty product. According to Ayurveda, curd should not be consumed at night and should be consumed when it is completely coagulated. Though it provides lot of health benefits, over consumption should be avoided. Make sure that you consume curd when it is very fresh and get ready to enjoy its health benefits.
Curd, also known as yogurt, can be described as a dairy product that is made from fermented milk. In other words, when milk is curdled with rennet, or an edible acidic substance such as lemon juice or vinegar, and the liquid portion is drained off, what remains is known as curd. The quality of yogurt depends on the starter used to curdle it, while the time taken to curdle depends upon the level of heat. In hot weather, it takes less than 6 hours for the curling process to be complete, while in case of cold weather, curdling might take up to 16 hours. The active culture of yogurt, combined with its high nutritional value, has credited it with a lot of health and nutrition benefits. To know about the benefits of eating curd, read further.
Nutritional Value of Curd (150 gm of curd)
Nutrients Whole Curd Low-fat CurdCalories 163 85Carbohydrates 23.6 g 11 gProteins 7.7 g 7.7 gSaturated Fats 4.2 g 1.2 gUnsaturated Fats 2.3 g 0.8 gCalcium 240 mg 285 mg
Health Nutrition Benefits of Eating Yogurt â–ºConsumption of yogurt or curd has been associated with strengthening of the immune system.â–ºOne serving of yogurt per day is said to be beneficial for those suffering from osteoporosis.â–ºLow-fat or skim curd is good for people who are suffering from higher levels of cholesterol.â–ºEven those who are lactose-intolerant can consume yogurt, as bacteria present in it breaks down the lactose before it enters your body.â–ºThe bacteria in curd can help digest food and thus, alleviate the problem of stomach infection.â–ºThose suffering from vaginal infection have also been found to have benefited from yogurt.â–ºStudies have suggested that consumption of curd might help reduce the risk of high blood pressure.â–ºThe active culture of yogurt has been found to be beneficial in case of constipation and colon cancer.â–ºCurd is also said to be helpful in treating inflammatory bowel disease and H. pylori infection.â–ºYogurt helps you feel fuller and is thus, a very good snack for those trying to lose weight.â–ºBeing rich in calcium, curd is good for the health of bones as well as the teeth.â–ºEating yogurt on a regular basis can help you absorb the nutrients in other foods as well.

Thursday, May 16, 2013

વજન ઘટાડી પેટને પાતળુ બનાવાના 10 રામબાણ નુસખા


વજન ઘટાડી પેટને પાતળુ બનાવાના 10 રામબાણ નુસખા
વજન વધવાથી ડાયાબીટીસ જેવી બમીરીઓ ઘર કરી જાય છે.ઘણી વખતે જાડાપણાની બીમારી વારસાગત પણ જોવા મળે છે.પણ એવુ કયુ કારણ છે કે આદિવાસીઓ હંમેશા પાતળી કાયાના મિલક હોય છે.આ ઉપરાંત તેમનામાં ડાયાબીટીસ,બ્લડપ્રેશર જેવા રોગ પણ જોવા નથી મળતા.આદિવાસીઓના નિરોગી જીવન પાછળનુ રહસ્ય એવુ છે કે તેઓ ઔષધીઓનો ઉપયોગ વધુ કરે છે.તો આજે તમે પણ જાણો આદિવાસીઓની જીવનશૈલીમા વપરતા હર્બલ નુસખા વિશે જે તમને બનાવશે ફીટ એન્ડ ફાઈન.

વજન વધવાની અને પેટ બહાર નિકળવાની સમસ્યા અંગે છુટકારો મળવવા ડો.દીપક આચાર્ય (ડાયરેકટર-અભુમકા હર્બલ પ્રા.લિ.અમદાવાદ) જણાવે છે આયુર્વેદિક નુસખા.જે તમને આપશે કમનીય કાયા.







વૈજ્ઞાનિકોએ વિકસિત કર્યો નવો બર્ડ ફ્લુનો ટેસ્ટ

મેલબર્ન, 13 મે

ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ પહેલી વખત નવા એચ7એન9 બર્ડ ફ્લૂ સ્ટ્રેઈન માટે ટેસ્ટ વિકસિત કર્યો છે જેથી કરીને આ બિમારીથી દેશને દૂર રાખવામાં મદદ મળશે. ક્વીન્સલેન્ડ વૈજ્ઞાનિકોએ રોયલ બ્રિસ્બેન અને વિમેન્સ હોસ્પિટલની બાળરોગ પ્રયોગશાળાના સહયોગથી આ ટેસ્ટ વિકસિત કર્યો છે.

સરકારે જણાવ્યુ હતુ કે, આ ટેસ્ટની  બિમારીથી દેશને બહાર રાખવામાં ઘણી એવી મદદ મળશે. આ સાથે સંશોધકોએ પણ જણાવ્યુ હતુ કે, ટેસ્ટ બર્ડ ફ્લૂના સંભવિત ખતરાથી બાર નિકળવા માટેની તૈયારીનો હિસ્સો છે. એચ7એચ9ને કારણે અત્યાર સુધીમાં 31 લોકોના મોત થયા છે જ્યારે ગયા અઠવાડિયે આ બિમારીથી જ અન્ય ચાર લોકોના પણ મોત થયા હતા. સૌથી પહેલા માર્ચમાં સામે આવેલો બર્ડ ફ્લૂનો આ સ્ટ્રેઈન માત્ર ચીન અને તાઇવાનમાં જોવા મળ્યો છે. 

Thursday, May 9, 2013

હવે,પિંપલ્સને કહો બાય-બાય

21, ફેબ્રુઆરી

કોઇ પણ પાર્ટીમાં જવાનુ હોય અથવા કોઇ પણ ખાસ પ્રસંગે જવાના સમયે જો  પિંપલ્સ થાય તો તે તમારા ફેસને પૂરી રીતે ખરાબ નાખી છે. કેટલાક એવા ઉપાય છે જેનાથી તમે તમારા પિંપલ્સને બાય-બાય કરી શકો છો અને જો આગળના દિવસે તમારે કોઇ ખાસ પ્રસંગ પર જવુ હોય તો રાત ભરમાં તમને પિંપલ્સથી છુટકારો પણ મેળવી શકો છો.

ટૂથપેસ્ટ પિંપલ્સનો સૌથી મોટો દૂશ્મન છે. ટૂથપેસ્ટ લગાવવાથી પિંપલ્સ ભાગી જાય છે. સૌથી પહેલા તમે પિંપલ્સ પર બરફ ઘસો અને પછી સાફ કપડુ લઇને લૂછીને 20 થી 30 મિનિટ સુધી ટૂથપેસ્ટ લગાવી રાખો અને પછીના દિવસે તમને ટૂથપેસ્ટની અસર દેખાશે.

લવિંગ અને લસણને પીસીને તેની પેસ્ટ બનાવીને પિંપલ્સ પર આખી રાત લગાવી રાખવાથી પણ ફાયદો થાય છે.

તજને પીસીને મધમાં મેળવો અને આની પણ ફેસ માસ્ક તૈયાર કરો. આ માસ્કને પિંપલ્સ પર અડધો કલાક સુધી લગાવી રાખો અને પછી પાણીથી ચહેરો સાફ કરો. સવાર સુધીમાં પિંપલ્સ દબાઇ જશે અને પછી તમારો ચહેરો ચમકશે. 

Wednesday, May 8, 2013

જાણો વરિયાળીના ગુણોઃ આશ્ચર્યથી આંખો થશે પ્હોળી



amdavadis4ever@yahoogroups.com
મેરેથોન; આપણે આ દેશી-આરોગ્યદાયક પીણાને બદલે એસીડીટી-પિત્ત-વધારનારા કોલાનાં પીણા પીએ છીએ

ગુજરાતી બાળકોને જ્યારે પેપ્સી કે કોકા કોલાના શરીરને નુકસાન કરનારાં પીણા પીતાં જોઉં છું ત્યારે અફસોસ એ વાતનો થાય છે કે એ પીણા માત્ર તમને સ્વાદ આપે છે અને આડઅસર તરીકે ચામડીનાં રોગ આપે છે. ઉનાળામાં આપણું ગુણકારી અને ઔષધીય પીણું-વરિયાળીનું સરબત તમને અનેક રીતે તંદુરસ્તી આપે છે. ભાગ્યે જ કોઈ જાણે છે કે વરિયાળીનું ગ્રીક નામ મેરેથોન છે. ગ્રીસમાં જે પ્રખ્યાત મેરેથોનનું યુદ્ધ ખેલાયું તે પછી લાં...બી દોડની સ્પર્ધા માટે એ શબ્દ વપરાયો અને પછી વરિયાળીને જ ''મેરેથોન’’ કહેવા માંડ્યા, જ્યારે પણ કોઈ લાંબો પ્રવાસ કરીને થાકીને આવે ત્યારે તેમને વરિયાળીનું સરબત પવાતું. ગામડાંમાં બહારગામથી બળદગાડામાં લાંબી મુસાફરી કરીને જાનૈયા આવતા ત્યારે દીકરીનો બાપ વેવાઈઓને વરિયાળીનું સરબત પાતો. આજના શહેરી લોકોની સૌથી મોટી ફરિયાદ છે, જમ્યા પછી અને ખાસ તો રાત્રે વાળુ પછી ગેસ ચઢે છે. તેમને માટે વરિયાળીનું ચૂર્ણ (શેક્યા વગરની) સસ્તું ઔષધ છે. તુકીર્માં તો વરિયાળીની ચા પણ પીવાય છે. નાના બાળકોને જ્યારે પેટમાં ચૂંક આવે કે જમ્યા પછી કે ધાવ્યા પછી પેટમાં દુ:ખે ત્યારે તેને વરિયાળીનું સરબત અકસીર દવા બને છે. ઉનાળો બેઠો છે ત્યારે ફરીવાર-વરિયાળીની કથા કહું છું અને નવી વાતો પીરસું છું.

મારા હાથમાં ''કમ્પ્લીટ મધર’’ નામનું મેગેઝિન આવ્યું છે. જેમાં તો વરિયાળીના ચમત્કારી ગુણો લખ્યા છે. આંખના કંજક્ટીવાઈટીસનાં દર્દમાં અને જ્યારે સ્નાયુ દુખતા હોય ત્યારે (મસલ્સ સ્પાઝમ) વરિયાળીનું ચૂર્ણ ખાવાનું લખ્યું છે. બીટ, ગાજર અને વરિયાળીનું સરબત રતાંધળાપણું ન આવે તે માટે ગ્રીસમાં પીવાતું. ''જુઈસીંગ ફોરમ’’ નામનું મેગેઝિન એક નવી વાત લખે છે તે વધુ પડતી લાગે છે, પણ જાણવા જેવી છે. વરિયાળીના ચૂર્ણમાં મેંગેનીઝનું તત્ત્વ છે, તેથી પુરુષના સેક્સ હોર્મોનના ઉત્પાદનમાં મદદ કરે છે ''કમ્પ્લીટ મધર-મેગેઝિન કહે છે કે વરિયાળીનું સરબત 'પ્રોસ્ટેટની તકલીફવાળાએ નિયમિત પીવું જોઈએ. તાવ કે મેલેરિયા પછી લિવરને અસર થઈ હોય તો વરિયાળીનું સરબત ઉપયોગી છે. સુવાવડી સ્ત્રીએ વધુ દૂધ આવે તે માટે (લેક્ટેશનમાં) વરિયાળીનું ચૂર્ણ અને સરબત વાપરવા જેવું છે.

વરિયાળીને અંગ્રેજીમાં ફેનલસીડ્ઝ કહે છે. સંસ્કૃતમાં તેનું અતિયોગ્ય નામ મધુરિકા છે અને શતઆયુષિકા પણ નામ પાડેલ છે હિ‌ન્દી-ઉર્દૂમાં સૌફ કહે છે. અરબીમાં રસ-યાનઝ કે બાદીયાન, કન્નડમાં સોમપીણા-કાલુ, તમિળમાં શોમ્બુ-શોમ્ભુ, તેલુગુમાં જીલાકુરા અને બંગાળીમાં પાન મોંવરી કહે છે. મેડિસિનલ સિક્રેટ્સ ઓફ ફૂડમાં ડો. અમ્માન કહે છે કે વરિયાળીને શેક્યા વગર તેનું ચૂર્ણ ફાકવાથી કે તેનું મધમાં સરબત બનાવી પીવાથી એસીડીટી, ખાટા ઓડકાર અને કબજિયાત દૂર કરે છે. ડો. અમ્માન કહે છે કે અમુક નક્ષત્રોમાં વરિયાળીનું મધ સાથેનું સરબત પીવાથી આયુષ્ય વધે છે અને આંખનું તેજ વધે છે. તેથી જ કદાચ સંસ્કૃતમાં વરિયાળીને સત આયુષ્યદાતા કહેલ હશે. આજની મોટાભાગની કુંવારિકાઓ જંકફૂડ ખાય છે તેમ જ મરી-મસાલાવાળા ખોરાક ખાય છે અને ઉત્તેજનાવાળી ફિલ્મો કે ટી.વી.ના પ્રોગ્રામો જુએ છે તેમ જ વાસનાને દબાવે છે. જેને ડીસમેનોરિયા ઉર્ફે કષ્ટાર્તવ અથવા માસિક વખતે ભારે પીડા થાય છે તેમને માટે વરિયાળીની ફાકી શ્રેષ્ઠ છે. મધ સાથે તેનું સરબત ઉનાળામાં ખાસ પીવું.

મને બરાબર યાદ છે કે મહુવાની મુસ્લિમ-પીરની જગામાં એક ફકીર રહેતા હતા. તે મંત્રોથી સર્પ અને વીંછીનું ઝેર ઉતારતા. પણ પછી દર્દીને વરિયાળીનું સરબત પીવાનું કહેતા. પેશાબ અટકીને આવતો હોય તેવા દર્દીને ઉનાળામાં વધુ કષ્ટ પેદા થાય છે. ત્યારે વરિયાળીનું સરબત ખાસ પીવું. કુંવારિકાઓને ૧૩ની ઉંમર પછી ખીલ થાય તો વરિયાળીનું ચૂર્ણ ખાવું અને તેને સુખડ સાથેના લેપમાં વરિયાળીનો લેપ મોઢે લગાવવો, તેનાથી ચહેરાની ક્રાંતિ પણ સુધરે છે. આ લેખમાં પારસી લેખક ડો. જે.એફ. દસ્તુરનાં પુસ્તક 'મેડિકલ પ્લાન્ટ્સ ઓફ ઈન્ડિયા એન્ડ પાકિસ્તાન’’નો પણ સહારો લીધો છે. મને યાદ છે કે મહુવામાં તાજિયા નીકળતા ત્યારે તાજિયા સાથે મોટું તપેલું ભરીને વરિયાળીનું સરબત રખાતું જે તમામને પીવરાવાતું. ગાંધીજીના ચાહક નેચરોપેથ સ્વ. ડો. ખીમજી નરમનો પુત્ર વૈદ્ય વિદ્યુત વરિયાળીનું તૈયાર સરબત બનાવે છે.

આજે કુંવારિકાઓ જે મોટી વય સુધી પરણતી નથી અને ૧૩ની વયે માસિક આવવું શરૂ થાય છે તેને માટે વિસ્તારથી ઈરાનની સિરાઝ યુનિવર્સિ‌ટીના ત્રણ હકીમો ડો. નામાવર જેહરોમી, ડો. ટાર્ટીઝાદેહ અને ડો. ખબાનાદીદેહે વરિયાળીનો પ્રયોગ કરેલો. ઈરાનની કુંવારિકાઓને ડિસમેનોરિયા એટલે કે કષ્ટાર્તવની વ્યાપક તકલીફ હતી. એટલે ૭૦ જેટલી ૧પથી ૨૪ વર્ષની સિરાઝ યુનિવર્સિ‌ટી અને હાઈસ્કૂલની છોકરીઓ જે કષ્ટાર્તવની ફરિયાદ કરતી હતી અને તેમને એલોપેથિક દવાઓ નક્કામી નીવડતી હતી તેમના ઉપર પ્રયોગ કર્યો. આ તમામ સ્ત્રીઓએ વરિયાળીનું ચૂર્ણ અને સરબતનું સેવન કર્યું તો તેમના માસિક નિયમિત થઈ ગયાં.

આપણા ગુજરાતીઓ હવે જમ્યા પછી હાનિકારક સુગંધ અને ગળપણવાળા મુખવાસ ખાય છે. તેમણે માત્ર અને માત્ર કાચી વરિયાળીનો મુખવાસ જ ખાવો જોઈએ અને તે પણ ખૂબ ચાવી ચાવીને ખાવો જોઈએ. વરિયાળીને શેકીને તેનું અપમાન ન કરવું. સિત્તર વર્ષ પહેલાં મારા વતન ઝાંઝમરના રામમંદિરમાં હું મહુવાથી ઉનાળાના વેકેશનમાં આવતો ત્યારે ડાયરો ભરાય કે પંચાયતમાં બેઠક મળે ત્યારે મહેમાનોને પીવા માટે હું પોતે વરિયાળી અને ખસખસ વાટીને, થોડી એલચી નાંખીને ડાયરાને પીવરાવતો. મોટે ભાગે મીટિંગોમાં લોકોનાં દિમાગ ઉછળે છે, એકબીજા ઉપર ગુસ્સો કાઢે છે. પણ જો તેને શરૂમાં વરિયાળીનું સરબત પાયું હોય તો દિમાગ સરખામણીએ ઠંડું રહે છે.

મુંબઈના મારા મિત્ર-સેક્સોલોજિસ્ટ કહે છે કે ઉનાળામાં પુરુષ-સ્ત્રીની કામોત્તેજના વધે છે, તેમણે કામશક્તિ વધારવા ખડીસાકર, વરિયાળી અને કાળી દ્રાક્ષનું સરબત પત્નીને હાથે બનાવરાવી પીવું જોઈએ. આપણે ત્યાં આરબો અને ઈરાનીઓ ૯૦ વર્ષ પહેલાં આવીને આપણને અનેક લીલી વનસ્પતિ અને ખાસ તો વરિયાળીનું સરબત બનાવવાની કળા શીખવી ગયા હતા. પણ આપણે આ દેશી-આરોગ્યદાયક પીણાને બદલે એસીડીટી-પિત્ત-વધારનારા કોલાનાં પીણા પીએ છીએ. કેરળમાં ત્રિવેન્દ્રમ નજીક નૈયરડેમ ખાતેના વિષ્ણુદેવાનંદ યોગાશ્રમમાં ''ટાઈમ’’ મેગેઝિનના લેઆઉટ આર્ટિ‌સ્ટ આવેલા તેને એસીડીટી અને ગુસ્સાવાળા સ્વભાવની ફરિયાદ હતી. તેમને દ્રાક્ષ અને વરિયાળીનું સરબત તેમ જ મેડિટેશનથી ફરિયાદ જતી રહી હતી.

-કાન્તિ ભટ્ટ