Friday, March 7, 2014

કબજિયાતનાં કારણો અને ઉપચાર (આરોગ્ય અને ઔષધ)


 
 
 
આયુર્વેદમાં કબજિયાતનાં અનેક નામો છે. જેવાં કે વિબંધ, આનાહ, મળબદ્ધતા, કોષ્ટબદ્ધતા, મળાવરોધ વગેરે. આધુનિકો તેને 'કોન્સ્ટિપેશન' કહે છે. ઘણી વખત કબજિયાત અનેક રોગોનું એક લક્ષણ હોય છે તેમજ ઘણી વ્યક્તિઓમાં તે કોઈ રોગનું લક્ષણ નહીં, પરંતુ સ્વતંત્ર વ્યાધિ-વિકૃતિ રૂપે પણ હોય છે. જ્યારે કેટલીક વ્યક્તિઓમાં તે જન્મથી જ સ્વાભાવિક હોય છે. જેને 'હેબિચ્યુઅલ કોન્સ્ટિપેશન' પણ કહી શકાય. અતિ કૃશતા અથવા દુર્બળતા, યકૃત-લિવરના રોગો, મસા, ઉદર રોગો, મેલેરિયા, દમ-શ્વાસ વગેરે જીર્ણ વ્યાધિઓમાં કબજિયાતની સામાન્ય ફરિયાદ રહે છે. રક્તાલ્પતા-પાંડુ રોગમાં પણ કબજિયાત રહે છે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે, કબજિયાતથી પીડાતી વ્યક્તિઓમાં આહાર, વિહાર,કૌટુંબિક પરિસ્થિતિ-જીવનશૈલી, નિવાસસ્થાન, પાણીફેર કે પ્રદેશ ભિન્નતાની અસર પડતી હોય છે. ઘણી વાર આવી વ્યક્તિઓ આળસુ, પરિશ્રમના અભાવવાળી, જીર્ણ વ્યાધિ કે માનસિક દોષોથી પીડાતી હોય છે.

No comments:

Post a Comment