Health
Friday, August 16, 2013
ટામેટાં છે સંપૂર્ણ હેલ્થ પેકેઝ, મળે છે 15-15 અમેઝિંગ ફાયદા!
use
http://translate.google.com/
to translate this article to Language of your choice.
આયુર્વેદમાં ટામેટાંનું બહુ મહત્વ બતાવવામાં આવ્યું છે. અને ટામેટાંને તો હેલ્થ પેકેજ કહેવામાં પણ જરા પણ અતિશયોક્તિ ના કહેવાય. નાના બાળકથી લઈને ગર્ભવતી મહિલા અને વૃદ્ધો સૌના માટે ટામેટાં બહુ ફાયદાકારક છે.
આજે અમે અહીં ટામેટાંના એવા ફાયદા આપ્યા છે, જે જોઇ તમે પણ થઈ જશો ખુશ.....
૧. પેઢાઓ નબળા પડી ગયા
હોય અને તેને
કારણે દાંતમાંથી લોહી વહેતું હોય તો એને માટે આ ઇલાજ અજમાવી જુઓ. ટામેટાંનો રસ દિવસમાં કુલ ત્રણ વાર ૫૦-૫૦ મિ.લિ. લેવાથી તાત્કાલિક રાહત અનુભવશો.
૨. ઉલટીઓ થતી હોય તેવી વ્યકિતઓને આ ઉપચાર કરાવી જુઓ. ટામેટાંના રસની અંદર ખાંડ, એલચીના દાણા, લવીંગ અને મરીનો ભુકો કરી તેને રસમાં ભેળવીને પીવડાવી જુઓ. આનાથી
દર્દીને રાહત થશે.
૩. ગર્ભવતી સ્ત્રીઓ ઉપરાંત જેની સુવાવડ થઈ ચૂકી હોય
તેવી બહેનોની માનસિક અને શારીરિક શકિત માટે ટામેટાંનો રસ સર્વોત્તમ ઔષધી ગણાય છે.
૪.
સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઇએ તો લીલાં ટામેટાં સર્વોત્તમ ગણાય છે. પાચનશકિત વધારતાં અને પચવામાં સરળ ટામેટાંનાં ઔષધીય ગુણો બહુ અદભુત છે.
૫. ચામડીનો કોઇ પ્રકારનો રોગ થયો હોય તેમણે સવાર-સાંજ નિયમિત ટામેટાંનો રસ પીવાનું રાખવું જોઇએ. તમે જોશો તો થોડા સમય પછી તમારી ચામડીના સૌંદર્યમાં વૃદ્ધિ થયેલી જણાશે.
૬. નાના બાળકોને અવારનવાર કરમ થતાં હોય છે. કેટલીક મોટી વ્યકિતઓને પણ આ તકલીફ થતી હોય છે. ટામેટાંના રસમાં હીંગનો વઘાર કરીને પીવાથી ફાયદો થશે.
૭. ઉલટીઓ થતી હોય તેવી વ્યકિતઓને આ ઉપચાર કરાવી જુઓ. ટામેટાંના રસની અંદર ખાંડ, એલચીના દાણા, લવીંગ અને મરીનો ભુકો કરી તેને રસમાં ભેળવીને પીવડાવી જુઓ. આનાથી
દ
ર્દીને રાહત થશે.
૮. ટામેટાંના ટુકડા કરી લઈ કલઇવાળા વાસણમાં થોડા સમય સુધી રાખી તેને શેકી લો. આની અંદર મરી તેમજ સીંધવ મીઠું ભેળવી લઇ અથવા થોડો સોડાબાયકાર્બ ભેળવી ખાઈ જુઓ. તરત
રાહત અનુભવવા મળશે.
૯. કોઢની સમસ્યાવાળી વ્યકિત માટે તુલસીનો રસ અને ટામેટાંનો રસ ભેગો કરીને પીવાથી ફાયદો થાય છે.
૧૦. ગેસની તકલીફ વારંવાર થતી હોય તેવી વ્યકિતઓને માટે ટામેટાંની કાપેલી ચીરીઓ ખુબ લાભકારી છે. આની સાથે
જો સંચળ ભેળવી દેવામાં આવે તો તે રામબાણ દવાની ગરજ સારે છે.
૧૧. પાંચ ગ્રામ તુલસીનો
રસ લઇ તેમાં તેટલી જ માત્રામાં ટામેટાંનો રસ ભેળવી લઈ તેને પીવાની આદત રાખો. થોડાક સમયમાં જ તમારી આંખ નીચે રહેતા કાળા કૂંડાળા દૂર થઈ જશે.
૧૨. કબજીયાતની સમસ્યા ભોગવતી વ્યકિતઓ, જેમના આંતરડામાં મળ જમા થઈ જતો હોય છે. એને દૂર કરવા એક પ્યાલો ટામેટાંનો રસ નિયમિત લઇ જુઓ. મળ સાફ થઈ જશે અને આંતરડા
ચોખ્ખા રહેશે.
૧૩. હૃદયરોગથી પીડાતા દર્દીઓને ટામેટાંના રસની સાથે અર્જુન વૃક્ષની છાલ અને ખાંડ
ભેળવી તેની ચટણી બનાવીને ખાવાથી લાભ થશે.
૧૪. રાતના સમયે જોવાની તકલીફ હોય તો
પાલકના રસમાં ટામેટાંનો રસ ભેળવી લઈ પીવાનું રાખો. ચાર અઠવાડિયા પછી તમે જાતે એનું પરિણામ અનુભવી શકશો.
૧૫. લીવરની સમસ્યાથી પીડાતા દર્દીઓ માટે પણ ટામેટાંનો રસ ખુબ ગુણકારી છે.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment