Health
Monday, August 12, 2013
સફેદ વાળને પણ કાળા કરતા કમાલના ઘરગથ્થું ઉપાય
જો કે આમ તો અમુક ઉંમર બાદ વાળ સફેદ થવા એ શરીરની સામાન્ય પ્રક્રિયા છે.પણ નાની જ ઉંમરમાં વાળ સફેદ થવા લાગે તો તે ચિંતાનો વિષય બની જાય છે.ઘણી વાર અનિયમિત દિનચર્યા તથા પ્રદુષણ અને આનુવાંશિકતા ઓછી ઉંમરમાં વાળ સફેદ થઈ જવાનુ કારણ હોય છે.તો આજે અને પણ તમને વાળ ફરી કાળા થઈ જાય તેવા દેસી નુશખા જણાવીએ છીએ.
લીલી મેથી વાળને સફેદ થતા રોકે છે.માટે શિયાળામાં રોજ મેથીનુ સેવન કરવુ જોઈએ.
રોજ શુધ્ધ ઘી થી માથામા માલિશ કરવી જોઈએ કારણ કે તેનાથી સફેદ વાળની સમસ્યાથી છુટકારો મળે છે.
થોડા દિવસો સુધી સ્નાન કર્યા પહેલા રોજ માથામાં ડુંગળીની પેસ્ટ લગાવવી જોઈએ.આમ કરવાથી વાળ સફેદમાંથી કાળા થવા લાગશે.
ભૃંગરાજ અને અશ્ર્વગંધા વાળના મૂળમાં લગાવવુ વરદાન રુપ છે.તેની પેસ્ટ નારિયોળના તેલ સાથે વાલના મૂળમાં લગાવો અને 1 કલાક બાદ સહેજ ગરમ પાણીથી સારી રીતે વાળ ધોઈ લો.આનાથી વાળનુ કંડીશનિંગ પણ થાય છે અને વાળ કાળા થાય છે.
તલ આરોગો અને તલનુ તેલ વાળમાં લગાવો,તલનો પ્રયોગ વાળ કાળા કરવામાં બહુ મદદ કરે છે.
તુરિયાના ટુકડા કરી તેને સુકવી ખાંડી લો,ત્યારબાદ ભૂકો કરેલ મિશ્રણમાં એટલુ નારિયેળ તેલ નાંખો કે તે ડૂબે.આવી રીતે ચાર દિવસ સુધી તેલમાં આ પાવડર પલાળી રાખો અને પછી આ મિશ્રણ એક બોટલમાં ભરી લો.આ તેલની માલિશ કરવાથી વાળ કાળા રહે છે.
જવારાનો રસ પીવાથી વાળ ઘણા સમય બાદ કાળા થઈ જાય છે.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment