Thursday, November 21, 2013

ભારતમાં હૃદયના વધતા જતા રોગોનું કનેક્શન છે વિટામીન ડીની ઉણપ સાથે http://bit.ly/1h4Hrot


અમદાવાદ, 21 નવેમ્બર 2013

દેશના શહેરી અને ગ્રામીણ, બન્ને પ્રદેશોમાં હૃદયના રોગ આરોગ્ય સામે એક ગંભીર પડકાર સાબિત થયો છે. 1.2 અબજ કરતાં વધુ લોકોની વસતિ ધરાવતા ભારતમાં વિશ્વમાં હૃદય રોગના કુલ દર્દીઓ પૈકીના પચાસ ટકાથી વધુ લોકો હોય તેવો અંદાજ છે. તાજેતરમાં વિશ્વસ્તરના રિસર્ચ સ્ટડીઝમાં જણાઈ આવ્યું છે કે હૃદયના રોગોમાં વિટામીન ડીની ઊણપ મુખ્ય ભૂમિકા ભજવે છે.

એક અંદાજ મુજબ ભારતની વસતિના આશરે 80 ટકા લોકોમાં વિટામીન ડીનું સ્તર સામાન્ય કરતાં નીચું છે અને ઘણા લોકોને આ તથ્યની જાણ સુદ્ધાં નથી. તેથી હૃદય રોગના દર્દીઓની મોટી સંખ્યા અને વિટામીન ડીની ઉણપ વિશે જાગૃતિનો અભાવ બંને સાથે મળીને તેને ભારતીયો માટે અત્યંત કષ્ટદાયક બનાવી રહ્ય છે. તાજેતરમાં જ બે મહત્વના અભ્યાસો પ્રસિદ્ધ થયા છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે વિટામીન ડીનું નીચું સ્તર હૃદય રોગને લીધે થતા મૃત્યુ સાથે જોડાયેલું છે. આ પૈકીનો એક અભ્યાસ યુએસએમાં પુરૂષ હેલ્થકેર વ્યવસાયિકોમાં હાથ ધરવામાં આવ્યો હતો. આ વિટામીનનું પૂરતું સ્તર ધરાવતા લોકોની તુલનાએ વિટામીન ડીનું નીચું સ્તર ધરાવતા લોકોમાં માયોકાર્ડિયલ ઈન્ફાકર્શનનું જોખમ બે ગણું વધારે હતું.

જર્મનીમાં આવો જ સંભવિત અભ્યાસ હાથ ધરાયો હતો. આ અભ્યાસમાં પહેલેથી જ હૃદયને લગતી બીમારીના તથા કાર્ડિયાક કેથેટેરાઈઝેશન સ્ટડી માટે દાખલ થયેલા હોય એવા દર્દીઓના વિટામીન ડીના સ્તર માપવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સરેરાશ 7.7 વર્ષ માટે ફોલો અપ કરવામાં આવ્યું હતું. ફરી એક વાર જાણવા મળ્યુ હતું કે વિટામીન ડીના ઉચ્ચતમ ચતુર્થાંશની તુલનાએ વિટામીન ડીનું નીચું ચતુર્થાંશ સ્તર ધરાવતા દર્દીઓમાં મૃત્યુના જોખમમાં 200 ટકાનો વધારો થયો હતો.

No comments:

Post a Comment