શિયાળામાં વજન ઘટાડવા માટે ઉત્તમ સમય છે. એક્સરસાઈઝ દ્વારા કે પછી ડાયેટિંગ દ્વારા તમે વજન ઉતારી શકો છો. ફિટનેસમાં માનનારાની સૌથી મોટી સમસ્યા છે વજન પર નિયંત્રણ રાખવા માટે ફિટનેસ પ્રત્યે ક્રેઝી લોકો તેમનાથી બનતા બધા જ જતન કરી લે છે. તો તે સાથે એવા પણ ઘણાં લોકો છે જે ફિટ તો રહેવા માંગે છે પણ તે માટે વર્કઆઉટ કરવામાં કંટાળતા હોય છે. તો તેમના માટે એક રિસર્ચ ઘણી કારગાર સાબિત થઈ શકે છે.
3 મહિનામાં ઉતરશે 5 ટકા વજન
આ રિસર્ચ પ્રમાણે, વજન ઘટાડવા કે તેને વધતુ અટકાવવા કેલરી ઓછી કરવા કરતાં સાદુ પાણી પીવાની ટેવ વધારી દે તો 3 મહિનાની અંદર તેઓ બે કિલો જેટલું વજન ઘટાડી શકે છે. અહીં તેમણે ફક્ત પીવામાં પાણીનું પ્રમાણ વધારવાનું છે બસ આટલું કરવાનું છે.
રિસર્ચમાં શામેલ 500 લોકોને બે ભાગમાં વહેચી દેવામાં આવ્યાં હતાં. એક વર્ગ ડાયેટ કોક અને સોડા પીતું હતું જ્યારે બીજા વર્ગના લોકોને ફક્ત સાદુ પાણી પીવા આપવામાં આવતું હતું. છ મહિના બાદ પરિણામોની તપાસ કરવામાં આવી જેમાં ફક્ત પાણી પીનારા ગ્રુપના વજનમાં ઘટાડો જોવા મળ્યો હતો.
રિસર્ચ પ્રમાણે પાણીથી શરીરમાં ગ્લુકોઝનું સ્તર સામાન્ય રહે છે અને શરીરના હાઈડ્રેટ રહેવાથી વજન ઘટાડવામાં પણ સરળતા રહે છે. જો આપ પણ વજન ઘટાડવા માંગો છો તો રૂટિનમાં પાણીનું ઈનટેક વધારી દો ફાયદો જરૂર દેખાશે.પાણીનું વધુ પ્રમાણ ન ફક્ત વજન ઘટાડશે પણ આપને ગ્લોઈંગ સ્કિન પણ આપશે. |
No comments:
Post a Comment