Thursday, March 21, 2013

ભારતમાં ઉપયોગમાં લેવાતી હર્બલ દવાઓથી સ્વાસ્થ્યને નુકસાન


લંડન, તા. ૨૦
કિંગ કોલેજના વૈજ્ઞાનિકોની ચેતવણી
એશિયામાં વ્યાપકપણે ઉપલબ્ધ હર્બલ દવાઓ લેવાથી લાખો લોકોને કિડની ફેલયોર અને બ્લેડર કેન્સર જેવા રોગો થવાની શક્યતા છે, તેવી ચેતવણી કિંગ્સ કોલેજ લંડનના વૈજ્ઞાનિકોએ આપી છે. સ્લિમિંગ, અસ્થમા અને એન્થ્રાઇટીસ સહિતના રોગોના દવાઓનો માટા પાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે એરિસ્ટોલોચિક એસિડ ધરાવતા બોટેનિકલ કમ્પાઉન્ડમાથી બનાવાયેલી છે. આવી પ્રોડક્ટસનો અમેરિકા અને ઘણા યુરોપિયન દેશોમાં પ્રતિબંધિત છે પરંતુ આ ચોક્સીક એસિડ ધરાવતી હર્બલ દવાઓ એશિયાના ચીન અને અન્ય દેશોમાં હજુ વેચાઇ રહી છે અને ઇન્ટરનેટ પર વિશ્વભરમાં ઉપલબ્ધ છે. વૈજ્ઞાનિકોએ ઓરિસ્ટોલોચિક એસિડ નેપ્રોપથી(એએએન)-કિડની ફેલયોરનો એક પ્રકાર જે આવા એસિડ લેવાથી લોકોને થાય છે તેના વિશ્વભરના કેસોનો અભ્યાસ કર્યો હતો, તેઓએ આ રોગ માટેનો ક્લિનિકલ બેઇઝ સમજાવ્યો હતો અને તબીબોને તેને ઓળખવામાં મદદ મળી રહે અને દર્દીઓની વધુ ક્ષમતાથી સારવાર કરી શખે તે માટેનો વ્યૂહ સૂચવ્યો હતો. તેઓએ સૂચવ્યું હતું કે એશિયાભરમાં આવા નિદાન થયા વગરના કે ખોટું નિદાન થયેલા કેસો હોઇ શકે છે, તેઓના અભ્યાસના પરિણામ સાથે સંશોધકોએ આશા વ્યક્ત કરી છે કે એરિસ્ટોલોચિક અસિડસના જોખમો વિશે લોકોમાં જાગૃતિ વધારી શકાશે અને આવા વૈશ્વિક રોગના બોજને ઘટાડી શકાશે.
ચીન અને ભારતમાં વ્યાપકપણે વપરાતી હર્બલ દવાઓ લેવાના પરિણામે લાખો લોકો પર આરોગ્યનો ખતરો હોવાના પુરાવા અમે શોધી કાઢયા છે, તેમ મુખ્ય લેખક પ્રોફેસર ગ્રેહામ લોર્ડે જણાવ્યું હતું. તેઓ ગય ખાતેની નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર હેલ્થ રિસર્ચ બાયોમડિકલ રિસર્ચ સેન્ટર અને સેન્ટ થોમસ એનએચએસફાઉન્ડેશન ટ્રસ્ટ અને કિંગ્સ કોલેજ લંડનના ડાયરેક્ટર છે. 

No comments:

Post a Comment