Sunday, September 29, 2013

વડોદરાવાસીઓએ મેળવી એક વર્ષમાં 33 કિલો વજન ઉતારવાની ટિપ્સ, 'સંદેશ'ના ખાસ કાર્યક્રમમાં



વડોદરા, 29 સપ્ટેમ્બર

લોકપ્રિય અખબાર 'સંદેશ' દ્વારા કુદરતી ઉપચાર દ્વારા કેવી રીતે વજન ઘટાડી શકાય તે માટે આજે વડોદરામાં સપના વ્યાસ પટેલનાં સેમિનારનું આયોજન કરાયું હતું. રાજ્યનાં પૂર્વ આરોગ્યપ્રધાન જય નારાયણ વ્યાસની પુત્રી સપના વ્યાસ પટેલે એક જ વર્ષમાં પોતાનું 33 કિલો વજન ઘટાડીને સહુને આશ્ચર્ય ચકિત કરી દીધાં હતાં ત્યારે સપના વ્યાસ પટેલે આજે વડોદરાવાસીઓ સમક્ષ પોતાનાં અનુભવો વર્ણવી ને કેવી રીતે વજન ઘટાડી શકાય છે તેની ટિપ્સ આપી હતી.

વડોદરાનાં ખીચોખીચ ભરાયેલાં સી.સી. મહેતા ઓડિટોરિયમનાં હોલમાં બેઠેલી પ્રત્યેક વ્યક્તિ કુદરતી ઉપચાર દ્વારા કઈ રીતે પોતાની વજન ઘટાડી શકાય તેની ટિપ્સ મેળવવા આતુર હતી. એક વર્ષમાં પોતાનું 33 કિલો વજન ઘટાડી ને સહુને આશ્ચર્ય ચકિત કરી દેનાર સપના વ્યાસ પટેલે આજે વડોદરાવાસીઓને ટિપ્સ આપી હતી. લોકપ્રિય અખબાર સંદેશ દ્વારા આજે કુદરતી ઉપચાર દ્વારા કઈ રીતે વજન ઘટાડી શકાય તે માટે સપના વ્યાસ પટેલનાં ખાસ સેમિનારનું આયોજન કરાયું હતું અને આ સેમિનારમાં સપના વ્યાસ પટેલે વડોદરાવાસીઓ સમક્ષ પોતાનાં અનુભવો રજુ કરી ને ખાસ ટિપ્સ પણ આપી હતી. સપના એ જણાવ્યું હતું કે કોઈ પણ જાતની દવા વગર કે સર્જરી વગર અને આડેધડ ડાયેટિંગ કર્યા વગર એક જ વર્ષમાં વજન ઉતારી શકાય છે.

સેમિનારમાં ઉપસ્થિત લોકોએ સવાલો કરીને પણ સપના પાસેથી વધારાની ટીપ્સ મેળવી હતી. પોતાનું વજન ઘટાડ્યા બાદ સપનાએ પોતાનો વિડિયો ‘યુ ટ્યુબ‘ પર મુકતાં પાંચ સપ્તાહમાં દુનિયાનાં 147 દેશોનાં ત્રણ લાખ લોકોએ એ વિડિયો જોયો હતો.

No comments:

Post a Comment