Sunday, September 29, 2013

અનોખી કથા : ''હૃદયનારાયણ’’ની કથા સાંભળો અને હાર્ટએટેકથી બચો

http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-heart-katha-talk-surshbhai-chotali-4388330-PHO.html?seq=1&HF=

અનોખી કથા : ''હૃદયનારાયણ’’ની કથા સાંભળો અને  હાર્ટએટેકથી બચો
સુરેશભાઇ છેલ્લા આઠ વર્ષમાં બેન્કો, યુનિવર્સિ‌ટી, શાળા, કોલેજ, લોકોની શેરીમાં, ઓફિસોમાં હૃદયરોગના હુમલાની કથા કરવા પહોંચી જાય છે
- અત્યાર સુધીમાં ૧૨૦ કથા તેઓએ કરી છે.

હાર્ટએટેકથી બચવાની માહિ‌તી આપવાનો અનોખો પ્રયાસ
- લંડનના લેસ્ટરમાં અડધો ડઝન કથા 


આજે ''સત્યનારાયણની કથા’’ રાખી છે. આવજો આવું આમંત્રણ તો તમને અસંખ્ય વખત મળ્યું હશે. પરંતુ, તમને ''હૃદયનારાયણની કથા’’ માં આવવાનું આમંત્રણ મળ્યું છે. ખરા રાજકોટમાં રહેતા નિવૃત્ત કાર્યપાલક ઇજનેર સુરેશભાઇ ચોટલિયા લોકોની ''હૃદયનારાયણની કથાનું’’ આમંત્રણ દેતાં ફરે છે. એટલું જ નહીં, પોતે એ કથા કરે પણ છે.

ઋષિ સંસ્કૃતિ વિદ્યાકેન્દ્ર દ્વારા ''હૃદયનારાયણની કથાનું આયોજન થાય છે.’’ જેમ સત્યનું વ્રત રાખવા સત્યનારાયણની કથા ઘેર ઘેર થાય છે. ''હૃદયરોગના હુમલા’’ થી બચવા આ કથાનું આયોજન કરવામાં આવે છે. જે કથામાં હાર્ટ એટેક આવે તો શું કરવું ? તેનાથી બચાવ કઇ રીતે કરવો ? ટૂંકમાં હૃદયની સંભાળ લેવાની તમામ વિગતો કથા સ્વરૂપે, દોઢ કલાકની કથામાં કહેવામાં આવે છે.

૬૦ વર્ષીય સુરેશભાઇ ચોટલિયા 'દિવ્ય ભાસ્કરને’ કહે છે કે, પહેલી વાત, હું સાવ વિનામૂલ્યે આ કથા કરું છું. હાર્ટ એટેકના પ૦ ટકા કેસ એવા હોય છે. જેમાં, માત્ર થોડી એવી માહિ‌તી જેને એટેક આવ્યો હોય તેને અથવા તેમના સ્વજનને હોય તો તે બચી શકે છે. પરંતુ, મોટાભાગના હૃદયરોગના મૃત્યુના કિસ્સામાં જેના પર હુમલો આવ્યો હોય તે અને તેમના સ્વજનો માહિ‌તીના અભાવે વ્યક્તિ ગુમાવી બેસે છે. તમારે પણ ''હૃદયનારાયણની કથા’’ કરાવી હોય તો.
 
આગળ જુઓ હૃદયનારાયણની કથામાં શું શું આવે છે
અનોખી કથા : ''હૃદયનારાયણ’’ની કથા સાંભળો અને  હાર્ટએટેકથી બચો
હૃદયનારાયણની કથામાં શું શું આવે છે
સુરેશભાઇ કહે છે કે, લોકો આકર્ષાય એટલે ''હૃદયનારાયણની કથા’’ તેવું નામ આપ્યું છે. જેમાં, હું પોતે છેલ્લા એક દાયકાથી હૃદય વિશેની માહિ‌તી વાચું છું. ડોક્ટરો પાસેથી મેળવ્યું છે એ લોકો સુધી પહોંચાડું છું. પોતે હર્બલ વિષયમાં એમ. ડી. થયા છે.
''હાલો નકર હાયલા’’ હૃદયરોગથી બચવા રોજ ૪પ મિનિટ ચાલો. હળવી કસરત કરો
મીઠાઇ, ફરસાણ, બેકરીની આઇટમ, અથાણા વગેરે જેવા ખોરાક સાવ ઘટાડો, ખૂબ ચાવીને જમો.

તેલવાળો ખોરાક ઘટાડો. ૭ થી ૮ કલાક ઊંઘ કરો, ઉજાગરાથી હૃદય નબળું પડે છે.
ટૂંકમાં હાર્ટએટેકનાં લક્ષણો ? શું કામ આવે છે ચાલુ એટેકે શું શું કરવું જોઇએ તેની સંપૂર્ણ વિગતો આપવામાં આવે છે. અસંખ્ય પુસ્તકો, રિસર્ચ પેપરનો અભ્યાસ સુરેશભાઇ કરી રહ્યા છે.
અનોખી કથા : ''હૃદયનારાયણ’’ની કથા સાંભળો અને  હાર્ટએટેકથી બચો
વિદેશના સમાચારથી પ્રેરણા મળી : પોતે એટેકના દર્દી છે
સુરેશભાઇને વિદેશમાં એક વ્યક્તિ આ પ્રકારની કથા કરી લોકોમાં જાગૃતિ લાવે છે તેવા સમાચાર વાચેલા. ત્યારે મેં પણ નક્કી કર્યું કે, સામાન્ય વાતથી કોઇનું અમૂલ્ય જીવન બચતું હોય તો હું પણ કરીશ. ૧૨ વર્ષ પહેલા સુરેશભાઇને પણ જન્મજાત તકલીફને લઇને હાર્ટએટેક આવી ગયો છે. પોતે પણ હૃદયરોગનો હુમલો અનુભવી ચૂક્યા છે.

હાર્ટ એટેકમાં ગુજરાત મોખરે : ભારતમાં સરેરાશ દર એક કલાકે ૨પ૦ લોકોને હાર્ટએટેક આવે છે. જેમાં, ગુજરાત સૌથી આગળ છે. હવે તો લાઇફ સ્ટાઇલના લીધે યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ ખાસ્સું એવું વધ્યું હોવાનું સુરેશભાઇ જણાવી રહ્યા છે. સ્ટ્રેસ, તીખો, તેલવાળો, ચટપટો ખોરાક, બદલાતી જીવનશૈલી એટેકમાં વધારો કરે છે.

No comments:

Post a Comment