
વોશિંગ્ટન, 2 એપ્રિલ
યુનિર્વિસટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ સિડનીમાં કરાયેલા રિસર્ચનું પરિણામ
નજીકના ચશ્માં હોય તેવા લોકો માટે કારગર સારવાર
વિજ્ઞાનીઓએ એક નવા પ્રકારના કોન્ટેક્ટ લેન્સ વિકસિત કર્યા હોવાનો દાવો કર્યો છે, જેને પહેર્યા બાદ ઉંમરની સાથે નજીકનું જોવામાં પડતી મુશ્કેલીઓ નિવારી શકાશે, બસ તે માટે રોજ રાત્રે નિયમિત આ લેન્સિસ પહેરવા પડશે. વધતી ઉંમરે નજીકનું જોવામાં આંખો નબળી પડતી જવાની ફરિયાદ (પ્રેસબાયોપિયા) વધુ સાંભળવા મળે છે તથા આ સમસ્યા નિવારવા માટે બાઇફોકલ કે રીડિંગ ગ્લાસિસ પહેરવા પડે છે. જોકે વિજ્ઞાાનીઓએ આ માટે નવી ટેક્નિક વિકસાવી છે, જેને હાઈપરોપિક ઓર્થોકિરેટોલોજી (ઓકે) નામ આપવામાં આવ્યું છે.
હાઈપરોપિક ઓર્થોકીરેટોલોજી ટેક્નિકમાં સખત લેન્સને પહેરાવી આંખોની ર્કોનિયાના આકારમાં ફેરફાર લાવી શકાય છે, જેનાથી દૃષ્ટિને વધુ સારી કરી શકાય છે. તેના માટે યુનિર્વિસટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ સિડનીના વિજ્ઞાાનીઓએ એક રિસર્ચ કર્યું હતું, તેમાં ૪૩થી ૫૯ વર્ષની ઉંમરના ૧૬ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
અઠવાડિયામાં સુધારો થઈ ગયો
અભ્યાસમાં સામેલ કરાયેલા તમામને પ્રેસબાયોપિયાની સમસ્યા હતી, તેમને એક અઠવાડિયા સુધી નિયમિત રીતે એક આંખમાં ઓકે લેન્સિસ પહેરાવવામાં આવ્યા હતા. અભ્યાસ દરમિયાન તેમની આંખોમાં સુધારો જણાયો હતો. આ સુધારો પહેલા દિવસથી જોવા મળ્યો હતો. જોકે બીજી આંખમાં કોઈ ફેરફાર થયો નહોતો. આંખોની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે, આ લેન્સિસ ર્કોનિયાના આકારમાં પરિર્વિતત થવામાં સફળ રહ્યા છે, જેના માટે તેને ડિઝાઇન કરવામાં આવ્યા હતા. વિજ્ઞાાનીઓના અનુમાન મુજબ, લેન્સ પહેરવાનું બંધ કરતાં દર્દીઓમાં પ્રેસબાયોપિયાની ફરિયાદ ફરીથી ઊઠી હતી.

No comments:
Post a Comment