
નવી દિલ્હી, તા. ૨૬
શુગર-ફ્રીનો દાવો કરનારા લગભગ ૭૦ ટકા જેટલા ઉત્પાદોના દાવા ખોટા હોય છે, આવાં ઉત્પાદનો લોકોનાં ખિસ્સાં કાપવાની સાથે સાથે તેમનાં સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં કરી રહ્યાં છે. તાજેતરમાં જ શુગર-ફ્રી બટાકાની એક જાહેરાત જોયા બાદ સેન્ટર ફોર ડાયાબિટિક એન્ડ એબાસિટી રિસર્ચ સેન્ટર (સીડોક)એ તેનું પરીક્ષણ કર્યું તો તે તબીબી પરીક્ષણના માપદંડો પર ખોટાં સાબિત થયાં હતાં. તપાસ બાદ ઇન્ડિયન એડવર્ટાઇઝિંગ કાઉન્સિલને આવી ખોટી જાહેરાતોની ફરિયાદ કરવામાં આવી હતી. સીડોકના ડો. અનુપ મિશ્રાને આધારે ડાયાબિટીશના કોઈ પણ દર્દીને સલાહ આપવામાં આવે છે કે બટાકા ન ખાવાં જોઈએ, કેમ કે આની અંદર કોર્બોહાઇડ્રેટની માત્રા સૌથી વધારે હોય છે.
બજારમાં બટાકા સિવાય પણ ઘણાંબધાં ઉત્પાદનો જેવાં કે, પેસ્ટ્રી, કૂકીઝ અને એનર્જી ડ્રિંક્સને શુગર-ફ્રી ગણાવીને ડાયાબિટીશના દર્દીઓ માટે એકદમ સુરક્ષિત છે તેવું કહીને વેચવામાં આવે છે. સીડોકે આ અંગે પરીક્ષણ માટે કંપનીઓ પાસેથી વૈજ્ઞાાનિક પ્રમાણ માટે નમૂના માગ્યા હતા. પ્રયોગશાળામાં કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે, બટાકાની ચિપ્સ સિવાય અન્ય બધાં જ ઉત્પાદનોમાં ૧૦થી ૧૨ ટકા ગ્લાઇસિમિક ઇન્ડેક્સ મળી આવ્યું હતું તેથી તેને ડાયાબિટીશના દર્દીઓ માટે સુરક્ષિત ન કહી શકાય. આ બધાં ઉત્પાદનોને પેક કરતાં પહેલાં ઉચ્ચ તાપમાને ગરમ કરવામાં આવે છે અને સ્ટાર્ચને વધારે સમય સુધી ગરમ કરવાથી જીઆઈ કે ગ્લાઇસિમિક ઇન્ડેક્સનું સ્તર તેની જાતે જ વધી જાય છે તેથી આવા ખોટા દાવા કરનારાઓ પર રોક લગાવવા માટે ઇન્ડિયન એડવર્ટાઇઝિંન્ગ કાઉન્સિલને પત્ર લખવામાં આવ્યો છે.
શુગર-ફ્રીનો અર્થ શું છે...
સિંથેટિક શુગર-ફ્રી એસ્પારટેમ, સેકેરીન અને શુક્રોઝ જેવાં રાસાયણિક તત્ત્વો ભેગાં મળીને બનેલું છે. ટાઇપ ટુ ડાયાબિટીશ અને મેદસ્વિતાપણાનો શિકાર બનેલાં લોકોને સિંથેટિક કે અપ્રાકૃતિક શુગરની સલાહ આપવામાં આવે છે, જોકે તેનો નિયમિતરૃપે ઉપયાગ કરવાથી કોલેસ્ટ્રોલ વધે છે.
શુગર-ફ્રી માટેના વિકલ્પ...
- -જાંબુ અને જાંબુનો રસ ખૂબ જ સારો વિકલ્પ છે.
- -સફરજન, પપૈયું, જામફળ અને નાસપતિમાં પણ ગ્લાઇસિમિક ઇન્ડેક્સનું સ્તર ઓછું હોય છે.
- -કેળાં, કેરી, ચીકુ અને અનાનસથી શરીરમાં શુગરની માત્રા વધે છે.

No comments:
Post a Comment