21, ફેબ્રુઆરીકોઇ પણ પાર્ટીમાં જવાનુ હોય અથવા કોઇ પણ ખાસ પ્રસંગે જવાના સમયે જો પિંપલ્સ થાય તો તે તમારા ફેસને પૂરી રીતે ખરાબ નાખી છે. કેટલાક એવા ઉપાય છે જેનાથી તમે તમારા પિંપલ્સને બાય-બાય કરી શકો છો અને જો આગળના દિવસે તમારે કોઇ ખાસ પ્રસંગ પર જવુ હોય તો રાત ભરમાં તમને પિંપલ્સથી છુટકારો પણ મેળવી શકો છો.
ટૂથપેસ્ટ પિંપલ્સનો સૌથી મોટો દૂશ્મન છે. ટૂથપેસ્ટ લગાવવાથી પિંપલ્સ ભાગી જાય છે. સૌથી પહેલા તમે પિંપલ્સ પર બરફ ઘસો અને પછી સાફ કપડુ લઇને લૂછીને 20 થી 30 મિનિટ સુધી ટૂથપેસ્ટ લગાવી રાખો અને પછીના દિવસે તમને ટૂથપેસ્ટની અસર દેખાશે.
લવિંગ અને લસણને પીસીને તેની પેસ્ટ બનાવીને પિંપલ્સ પર આખી રાત લગાવી રાખવાથી પણ ફાયદો થાય છે.
તજને પીસીને મધમાં મેળવો અને આની પણ ફેસ માસ્ક તૈયાર કરો. આ માસ્કને પિંપલ્સ પર અડધો કલાક સુધી લગાવી રાખો અને પછી પાણીથી ચહેરો સાફ કરો. સવાર સુધીમાં પિંપલ્સ દબાઇ જશે અને પછી તમારો ચહેરો ચમકશે.

No comments:
Post a Comment