Health
Tuesday, July 30, 2013
એક સાથે 5 રોગને દૂર ભગાડશે, આ 5 ઘરઘથ્થુ નૂસખા
ભારતીય આયુર્વેદ શાસ્ત્ર અને વૈધકિય શાસ્ત્ર આખી દુનિયામાં શ્રેષ્ઠ ગણાય છે. બજારમાં ઢગલે ઠલવાતી એલોપેથી દવાઓથી રોગ મટે તો છે, પરંતુ તે ફરીથી ઊભો પણ થઈ જાય છે અને વધુમાં તેની આડ-અસરો પણ બહુ હોય છે.
૧. માથાના દુખાવાથી છૂટકારો મેળવવા:
જો માથામાં દુખાવો થઈ રહ્યો હોય તો ત્રણ ચાર લવિંગ પાણી સાથે વાટીને તેનો લેપ બનાવો. આ લેપને માથા પર લગાવો. થોડી જ વારમાં માથાનો દુખાવો થઈ જશે છૂમંતર
૨. સૌથી બેસ્ટ ક્લંઝર:
દૂધ સૌથી શ્રેષ્ઠ મોઈશ્ચરાઈઝર હોવાની સાથે સાથે એક ક્લિંઝર પણ છે. રોજ રાત્રે સૂતા પહેલા દૂધથી ચહેરો સાફ કરો ત્વચા ચમકદાર બનશે.
૩. ખાંસી ભાગશે દૂર:
એક ચપટી શાહજીરા સાથે ચપટી મીઠાની સાથે ત્રણ કાળામરી મોઢામાં લઈને ચૂસો. આવુ થોડા દિવસ કરો, ખાંસીમાંથી મુક્તિ મળશે સંપૂર્ણ મૂક્તિ.
૪. ગેસ નહીં ફરકે નજીક પણ:
જો ગેસની સમસ્યા હોય તો લીંબૂના રસમાં આદુના કટકા પલાળીને મુકી દો. રોજ જમ્યા પછી તેને ચાવો. ગેસની સમસ્યાથી છુટકારો મળી જશે.
૫. દાદરથી મળશે છુટકારો:
દાદર થયા હોય તો તુલસીના પાનનો રસ કાઢીને દાદર પર દિવસમાં બે ત્રણ વાર લગાવો. થોડાક જ
દિવસમાં દાદરથી છુટકારો મળી જશે.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment