Health
Thursday, July 25, 2013
આ 5 રામબાણ સમાં પીણાં, ચોક્કસથી ઘટાડશે તમારું વજન
આ 5 રામબાણ સમાં પીણાં, ચોક્કસથી ઘટાડશે તમારું વજન
વજન ઘટાડવા માટે ઘણાં વલખાં માર્યાં, પરંતુ કઈંજ કામ નથી કરતું. કદાચ આવું તમારી ખાવા-પીવાની આદતોના કારણે પણ થઈ શકે છે. જો ખરેખર આમ જ હોય તો, હવે તમારે તમારાં પીણાંમાં બદલાવ લાવવો જ રહ્યો. કેટલાંક પીણાં એવાં હોય છે, જેનાથી વજન બહુ જડપી વધે છે, જ્યારે કેટલાંક પીણાં એવાં પણ હોય છે, જેનાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.
અહીં આવાં જ પાંચ પીણાંની યાદી આપવામાં આવી છે, જેનાથી મદદ મળશે નોંધપાત્ર વજન ઘટાડવામાં....
એક કપ કૉફી :
એક કપ કૉફીની મદદથી તેમાં રહેલ કેફીન તમારા શરીરમાં મેટબોલિઝમ વધારશે. આમ તો બ્લેક કૉફી જ વધારે ફાયદાકારક છે, પરંતુ તમને ના ભાવતી હોય તો, તેમાં થોડું દૂધ અને ખાંડ ઉમેરી શકો છો.
દહીં :
યુનિવર્સિટી ઓફ ટેનીઝીના રિસર્ચ પ્રમાણે,
રોજિંદા ડાયટમાં દહીંનો સમાવેશ કરવાથી વજનમાં 61% થી 81% નો ઘટાડો જોઇ શકાય છે. દહીંમાં રહેલ કેલ્શિયમ ફેટને ઓછો કરવામાં મદદ કરે છે અને ભૂખ સંતોષે છે.
ગ્રીન ટી :
બની શકે કે તેનો સ્વાદ તમને વધારે ભાવે નહીં, પરંતુ દિવસના 4-5 ગ્રીન ટી પીવાથી, 35 થી 40 ટકા ફેટ ઘટાડી શકાય છે.
મિલ્ક શેક :
દિવસની એક મોટી ચમચી પ્રોટીન યુક્ત સપ્લીમેન્ટ પાચન વધારે છે. એક ચમચી સપ્લીમેન્ટને દુધમાં ભેળવી લેવાથી બહુ ઓછા સમયમાં નોંધપાત્ર અસર જોવા મળશે.
શાકભાજીનો જ્યુસ :
તમને શાકભાજી ખાવાં ના ગમતાં હોય તો, તમારે શાકભાજીના જ્યુસ પણ લઈ શકો છો. તેમાં રહેલ ફાઇબર
મેટાબોલિઝમ વધારે છે. માત્ર એક જ ગ્લાસ શાકભાજીનો જ્યુસ પીવાથી, લાંબા સમય સુધી સ્ફૂર્તિનો અનુભવ થાય છે અને બીજુ કઈ ખાવાની જરૂર પણ નથી પડતી.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment